Skip to main content

શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા સાઠંબા સમુદાય

સમાચાર

તા. ૦૬/૧૦/૨૦૧૩ ને રવિવારના રોજ ડેમાઈ મુકામે મળેલ કેળવણી મંડળની સાધારણ સભામાં વેબ સાઈટ, મુ. શ્રી વાડીલાલ વે. શાહ, તેમની નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત ન રહેતાં શ્રી ગોકળદાસ પી. શાહના વરદ હસ્તે સમાજને અર્પણ કરવામાં આવેલ છે તા. ૦૬-૦૯-૨૦૨૬ ના રોજ અમદાવાદ મુકામે મળેલ કેળવણી મંડળની સામાન્ય સભામાં શ્રી અલ્કેશભાઈ સી. શાહ (નવી મુંબઈ) ની વર્ષ ૨૦૨૬ - ૨૦૨૭ માટે પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેઓને ખુબ ખુબ અભિનંદન. વેબ સાઈટમાં આપના વ્યવસાયની જાહેરાત આપવા પ્રમુખશ્રી અથવા મંત્રીશ્રીનો સંપર્ક કરો. આપને આ વેબ સાઈટ કેવી લાગી ? વેબ સાઈટ અંગેના આપના સૂચનો/અભિપ્રાયો આવકાર્ય છે.

જૈ જૈ શ્રી ગોકુલેશ
કોકિલાબેન હસમુખલાલ શાહ (વડોદરા) ના જૈ જૈ શ્રી ગોકુલેશ સ્વ. શાહ પૂનમચંદદાસ છગનલાલ શાહ (સાઠમ્બા), હ. ભરતભાઈ ના જૈ જૈ શ્રી ગોકુલેશ શ્રી રતિલાલ સોમાલાલ શાહ (વડોદરા) ના જૈ જૈ શ્રી ગોકુલેશ શ્રી દિનેશચંદ્ર સખીદાસ શાહ (દધાલીયા) ના જૈ જૈ શ્રી ગોકુલેશ વર્ષાબેન શરદભાઈ શાહ (મોડાસા) ના જૈ જૈ શ્રી ગોકુલેશ શ્રી ડો. સી. પી. શાહ (મુંબઈ) ના જૈ જૈ શ્રી ગોકુલેશ પ્રેમીલાબેન બંસીલાલ શાહ (અમદાવાદ) ના જૈ જૈ શ્રી ગોકુલેશ સ્વ. શ્રી વલ્લવદાસ કાલિદાસ શાહ (ગાબટ) ના જૈ જૈ શ્રી ગોકુલેશ શ્રી મુકેશ કાન્તિલાલ શાહ (ડેમાઈ) ના જૈ જૈ શ્રી ગોકુલેશ શ્રી અનિલકુમાર રમણલાલ શાહ (વડોદરા) ના જૈ જૈ શ્રી ગોકુલેશ સ્વ. સુશીલાબેન જયંતીલાલ શાહ (મુંબઈ) ના જૈ જૈ શ્રી ગોકુલેશ શ્રી યોગેન્દ્રભાઈ નટવરલાલ શાહ (ચૌક) ના જૈ જૈ શ્રી ગોકુલેશ ગ.સ્વ. ગીતાબેન કાન્તિલાલ શાહ (શીકાવાળા) ના જૈ જૈ શ્રી ગોકુલેશ
જાહેરાત
Patel Agro FoodsShree Gokulesh JewellersPatel Jewellers

વેબ સાઈટ પ્રોજેક્ટ

શ્રીમતી રૂક્ષ્મણીબેન પુરુષોત્તમદાસ શાહ (ગાબટ) પરિવાર દ્વારા નિર્મિત એવં સંચાલિત

હેતુ (ઉદ્દેશ)

આ વેબ સાઈટ બનાવવાનો મુખ્ય હેતુ દરેક જ્ઞાતિજન સમાજના કુટુંબોની માહિતી મેળવી શકે, એકબીજાના સંપર્કમાં રહી તેમના જીવનમાં બનતી ઘટનાઓથી પરિચિત રહી શકે, ઉપરાંત મંડળની પ્રવૃત્તિઓથી વાકેફ થઈ શકે.

આજની આધુનિક Advance Technology કે જેમાં Computer અથવા Laptop વગર પણ ફક્ત મોબાઈલ દ્વારા વેબ સાઈટ જોઈ શકાય છે. આપણા સમાજ માટે પણ આવી Advance Technology નો ઉપયોગ કરી સમાજનો વહીવટ Paperless Work દ્વારા કરી ખર્ચ તેમજ સમયનો બચાવ કરી શકાય. આ ઉપરાંત સમાજના જ્ઞાતિજનો તેમજ અન્ય વ્યક્તિઓની પાસેથી તેઓના ધંધાની અગર બીજી કોઈ જાહેરાતો લઈ સંસ્થાને આર્થિક રીતે પણ સધ્ધર બનાવી શકાય.

કન્વીનર સંદેશ — શ્રી હિતેષભાઈ છબીલદાસ શાહ

શ્રી હિતેષભાઈ છબીલદાસ શાહ — કન્વીનર, વેબ સાઈટ પ્રોજેક્ટ

શ્રી હિતેષભાઈ છબીલદાસ શાહ

કન્વીનર · વેબ સાઈટ પ્રોજેક્ટ

શ્રીમતી રૂક્ષ્મણીબેન પુરુષોત્તમદાસ (ગાબટ) પરિવાર દ્વારા નિર્મિત એવં સંચાલિત શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા સાઠંબા સમુદાય વેબ સાઈટ

વહાલા જ્ઞાતિજનો,જૈ જૈ શ્રી ગોકુલેશ

છેલ્લા આશરે ૧૩ વર્ષ પહેલાં અમારા પરિવાર તરફથી સ્થાપિત કરેલ “શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા સાઠંબા સમુદાય વેબ સાઈટ”ને આધુનિક ટેક્નોલોજી સાથે નવા સ્વરૂપમાં આપ સૌ સમક્ષ રજૂ કરતાં મને આનંદ અને ગૌરવની લાગણી થાય છે.

આજના ડિજિટલ યુગમાં માહિતીનું ઝડપી અને સરળ આદાન-પ્રદાન ખૂબ જ જરૂરી બન્યું છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વેબસાઇટને વધુ સરળ, ઉપયોગી અને સર્વજ્ઞાતિજન માટે સુલભ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

આ વેબ સાઈટ બનાવવાનો મુખ્ય હેતુ દરેક જ્ઞાતિજન, સમાજના વિવિધ પરિવારોની માહિતી અને તેમના જીવનમાં બનતી ઘટનાઓ, એકબીજાના સંપર્કમાં રહી સમાજને એકબીજાની વધુ નજીક લાવવાનો અને સંસ્થાઓ, મંડળો, કાર્યક્રમો, પ્રવૃત્તિઓ, સમાચારો, અહેવાલો તથા અન્ય ઉપયોગી માહિતી એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.

આ વેબસાઇટ પર સમયની સાથે સમાજમાં થતી નવી પ્રવૃત્તિઓ અને વિકાસની માહિતી પણ વેબસાઇટમાં નિયમિત રીતે ઉમેરવામાં આવશે.

આપ સૌનો સહયોગ જરૂરી છે

આ વેબસાઇટની સફળતા માત્ર તેને બનાવવાથી નહીં, પરંતુ આપ સૌના સહયોગ અને સક્રિય ભાગીદારીથી શક્ય બનશે.

સમાજની વિવિધ સંસ્થાઓ અને મંડળોના પ્રમુખશ્રીઓ તથા હોદ્દેદારોને વિનંતી છે કે, આપની સંસ્થાના કાર્યક્રમો, પ્રવૃત્તિઓ, સમાચારો અને અહેવાલોની માહિતી અમને મોકલતા રહેશો, જેથી તેનો વેબસાઇટમાં યોગ્ય રીતે સમાવેશ કરી સમગ્ર સમાજ સુધી પહોંચાડી શકાય.

સર્વે જ્ઞાતિજનોને પણ વિનંતી છે કે, પોતાના પરિવારની જરૂરી માહિતી, મોબાઇલ નંબર તથા ઈ-મેઇલ આઈ. ડી. અદ્યતન રાખવામાં સહયોગ આપશો. સમાજના કોઈપણ પરિવારની માહિતીમાં ફેરફાર હોય અથવા નવી માહિતી ઉમેરવાની હોય તો તેની જાણ પણ અમને કરશો.

નવી પેઢીને જોડવાનો પ્રયાસ

આજની નવી પેઢી ટેક્નોલોજી સાથે ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. તેથી વેબસાઇટને એવી રીતે વિકસાવવાનો પ્રયાસ રહેશે કે યુવાનો પણ સમાજ સાથે જોડાય, સમાજની પ્રવૃત્તિઓથી પરિચિત થાય અને પોતાની પ્રતિભા તથા સમયનો ઉપયોગ સમાજના હિત માટે કરી શકે.

આ વેબસાઇટ માત્ર માહિતી મેળવવાનું માધ્યમ ન બની રહે, પરંતુ સમાજના સૌ જ્ઞાતિજનો વચ્ચે જોડાણ, સંવાદ અને આત્મીયતાનું ડિજિટલ માધ્યમ બને, એ મારો હેતુ છે.

આ કાર્યમાં ભૂલચૂક કે કોઈ ખામી રહી જાય તો આપ સૌના રચનાત્મક સૂચનો અને માર્ગદર્શનનું હંમેશાં સ્વાગત છે. આપના સૂચનોના આધારે વેબસાઇટને સમયની સાથે વધુ સારી અને ઉપયોગી બનાવવાનો સતત પ્રયત્ન કરવામાં આવશે.

અંતમાં, આ વેબસાઇટના નિર્માણ અને નવી શરૂઆતમાં જેમનો પણ સહયોગ, માર્ગદર્શન અને પ્રેરણા મળી છે તે સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું.

ઠાકોરજીની કૃપાથી અને આપ સૌના સહકારથી આ વેબસાઇટ સમાજની સેવા માટે વધુને વધુ ઉપયોગી બને તથા સાઠંબા સમુદાયની એકતા, આત્મીયતા અને પ્રગતિમાં નાનકડું પણ અર્થપૂર્ણ યોગદાન આપી શકે, એ જ મનોરથ.

આપના સહકાર અને સૂચનોની અપેક્ષા સહ,હિતેશભાઈ સી. શાહના જૈ જૈ શ્રી ગોકુલેશ

વેબસાઈટના સૌજન્ય

શ્રીમતી રૂક્ષ્મણીબેન પુરુષોત્તમદાસ શાહ પરિવાર (ગાબટ)

ગો.વા. રુક્ષ્મણીબેન પુરુષોત્તમદાસ શાહ

ગો.વા. રૂક્ષ્મણીબેન પુરુષોત્તમદાસ શાહ

ગો.વા. છબીલદાસ પુરુષોત્તમદાસ શાહ

ગો.વા. છબીલદાસ પુરુષોત્તમદાસ શાહ

ગો.વા. આનંદીબેન વાડીલાલ શાહ

ગો.વા. આનંદીબેન વાડીલાલ શાહ

શ્રી ગોકળદાસ પુરુષોત્તમદાસ શાહ

શ્રી ગોકળદાસ પુરુષોત્તમદાસ શાહ

જાહેરાત
Modasa MotorsShah Caterers