Skip to main content

શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા સાઠંબા સમુદાય

જાહેરાત

તા. ૨૧/૦૯/૨૦૨૫ ના રોજ અમદાવાદ ખાતે મળેલ સામાન્ય સભામાં શ્રી રમેશચંદ્ર ચીમનલાલ શાહ ની કેળવણી મંડળના પ્રમુખ તરીકે વર્ષ ૨૦૨૫-૨૬ માટે નિમણૂક — વાર્ષિક અહેવાલ ૨૦૨૩-૨૪ હવે ડાઉનલોડ માટે ઉપલબ્ધ.

વધુ વાંચો
જૈ જૈ શ્રી ગોકુલેશ
કોકિલાબેન હસમુખલાલ શાહ (વડોદરા) ના જૈ જૈ શ્રી ગોકુલેશ સ્વ. શાહ પૂનમચંદદાસ છગનલાલ શાહ (સાઠમ્બા), હ. ભરતભાઈ ના જૈ જૈ શ્રી ગોકુલેશ શ્રી રતિલાલ સોમાલાલ શાહ (વડોદરા) ના જૈ જૈ શ્રી ગોકુલેશ શ્રી દિનેશચંદ્ર સખીદાસ શાહ (દધાલીયા) ના જૈ જૈ શ્રી ગોકુલેશ વર્ષાબેન શરદભાઈ શાહ (મોડાસા) ના જૈ જૈ શ્રી ગોકુલેશ શ્રી ડો. સી. પી. શાહ (મુંબઈ) ના જૈ જૈ શ્રી ગોકુલેશ પ્રેમીલાબેન બંસીલાલ શાહ (અમદાવાદ) ના જૈ જૈ શ્રી ગોકુલેશ સ્વ. શ્રી વલ્લવદાસ કાલિદાસ શાહ (ગાબટ) ના જૈ જૈ શ્રી ગોકુલેશ શ્રી મુકેશ કાન્તિલાલ શાહ (ડેમાઈ) ના જૈ જૈ શ્રી ગોકુલેશ શ્રી અનિલકુમાર રમણલાલ શાહ (વડોદરા) ના જૈ જૈ શ્રી ગોકુલેશ સ્વ. સુશીલાબેન જયંતીલાલ શાહ (મુંબઈ) ના જૈ જૈ શ્રી ગોકુલેશ શ્રી યોગેન્દ્રભાઈ નટવરલાલ શાહ (ચૌક) ના જૈ જૈ શ્રી ગોકુલેશ ગ.સ્વ. ગીતાબેન કાન્તિલાલ શાહ (શીકાવાળા) ના જૈ જૈ શ્રી ગોકુલેશ
જાહેરાત
Patel Agro FoodsShree Gokulesh JewellersPatel Jewellers

વેબ સાઈટ પ્રોજેક્ટ

શ્રીમતી રૂક્ષ્મણીબેન પુરુષોત્તમદાસ શાહ (ગાબટ) પરિવાર દ્વારા નિર્મિત એવં સંચાલિત

હેતુ (ઉદ્દેશ)

આ વેબ સાઈટ બનાવવાનો મુખ્ય હેતુ દરેક જ્ઞાતિજન સમાજના કુટુંબોની માહિતી મેળવી શકે, એકબીજાના સંપર્કમાં રહી તેમના જીવનમાં બનતી ઘટનાઓથી પરિચિત રહી શકે, ઉપરાંત મંડળની પ્રવૃત્તિઓથી વાકેફ થઈ શકે.

આજની આધુનિક Advance Technology કે જેમાં Computer અથવા Laptop વગર પણ ફક્ત મોબાઈલ દ્વારા વેબ સાઈટ જોઈ શકાય છે. આપણા સમાજ માટે પણ આવી Advance Technology નો ઉપયોગ કરી સમાજનો વહીવટ Paperless Work દ્વારા કરી ખર્ચ તેમજ સમયનો બચાવ કરી શકાય. આ ઉપરાંત સમાજના જ્ઞાતિજનો તેમજ અન્ય વ્યક્તિઓની પાસેથી તેઓના ધંધાની અગર બીજી કોઈ જાહેરાતો લઈ સંસ્થાને આર્થિક રીતે પણ સધ્ધર બનાવી શકાય.

કન્વીનર નિવેદન — ગોકળદાસ પુરુષોત્તમદાસ શાહ

સાઠંબા સમુદાય મિત્ર મંડળ-અમદાવાદના મારા પ્રમુખ પદ હેઠળ, ઉપપ્રમુખો શ્રી યશવંતભાઈ સી. શાહ તથા દિનેશચન્દ્ર એસ. શાહ તેમજ મારા સાથીદાર મિત્રો શ્રી અશ્વિનભાઈ આર. શાહ અને ભુપેન્દ્રભાઈ આર. શાહ અને ખાસ તો અમદાવાદના જ્ઞાતીજનોના સહકારથી અમદાવાદમાં વસતા જ્ઞાતીજનો માટે વેબ સાઈટ બનાવેલી હતી, જેને ખુબ જ આવકાર મળ્યો હતો.

મુંબઈ મુકામે મળેલ વાર્ષિક સભામાં સમાજનું વસ્તીપત્રક તથા સરનામાવલી તેમજ ઉપયોગી માહિતી મળી રહે તે માટેની વેબ સાઈટ સ્વખર્ચે (નિ:શુલ્ક) બનાવી ૫ (પાંચ) વર્ષ માટે સંચાલન કરવા તેમજ વેબ સાઈટમાં મળેલ જાહેરાતોની સંપૂર્ણ આવક મંડળને મળે તે માટેના અમારા સૂચનને સમર્થન આપવા બદલ મંડળના આભારી છીએ.

વેબ સાઈટનું સફળ Programming કરી આપવા બદલ શ્રી જૈમિનભાઈ ભરતભાઈ શાહ (મોડાસા) તેમજ શ્રી શંકરલાલ એચ. શાહ (મુંબઈ) ના ખુબ ખુબ આભારી છીએ.

આ વેબ આપણી, આપણા માટે અને આપણા થકી છે. દરેક જ્ઞાતીબંધુઓને વિનંતી કે દરેક અઠવાડિયે વેબની મુલાકાત લે.

શ્રીમતી રૂક્ષમણીબેન પુરૂષોત્તમદાસ શાહ (ગાબટ) પરિવાર વતી

ગો.વા. શ્રી છબીલદાસ પુરુષોત્તમદાસ શાહ · શ્રી ગોકળદાસ પુરુષોત્તમદાસ શાહ

સંકલન સમિતિઓ

વેબસાઈટના સૌજન્ય

શ્રીમતી રૂક્ષ્મણીબેન પુરુષોત્તમદાસ શાહ પરિવાર (ગાબટ)

વેબ સાઈટ સ્વખર્ચે બનાવી પાંચ વર્ષ માટે સંચાલન — જાહેરાતોની સંપૂર્ણ આવક કેળવણી મંડળને.

ગો.વા. રૂક્ષ્મણીબેન પુરષોત્તમદાસ શાહ

ગો.વા. છબીલદાસ પુરષોત્તમદાસ શાહ

ગો.વા. આનંદીબેન વાડીલાલ શાહ

શ્રી ગોકળદાસ પુરષોત્તમદાસ શાહ

દરેક જ્ઞાતિબંધુઓને વિનંતી કે દરેક અઠવાડિયે વેબની મુલાકાત લે.

આપનો મોબાઈલ નંબર તથા E-Mail ID જરૂરથી અપડેટ કરતા રહેશો, જેથી સમાજની પ્રવૃત્તિની માહિતી દરેક જ્ઞાતિજનોને મોકલી શકાય.

જાહેરાત
Modasa MotorsShah Caterers