શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા સાઠંબા સમુદાય
તા. ૨૧/૦૯/૨૦૨૫ ના રોજ અમદાવાદ ખાતે મળેલ સામાન્ય સભામાં શ્રી રમેશચંદ્ર ચીમનલાલ શાહ ની કેળવણી મંડળના પ્રમુખ તરીકે વર્ષ ૨૦૨૫-૨૬ માટે નિમણૂક — વાર્ષિક અહેવાલ ૨૦૨૩-૨૪ હવે ડાઉનલોડ માટે ઉપલબ્ધ.
ગોલ્ડ ફીલ્ડ લેધર વર્કસ વાળા શ્રી માણેકલાલ પ્રાણજીવનદાસ શાહે સંવત ૧૯૯૨ માં “જ્ઞાતીનું ઘડતર” નામનું પુસ્તક લખેલ, જેનું પ્રુફ રીડીંગ “ખડાયતા મિત્ર” ના તંત્રી મુ. શ્રી કેશવ હ. શેઠે કરેલું. તેમાં ખડાયતા જ્ઞાતીના તે વખતના કાર્યકર્તાઓ પાસેથી તેમના એકડા અને તડ વિષેની માહિતી મેળવી ઉલ્લેખ કરેલ છે, જેમાંથી આપણા સમુદાયની પણ કેટલીક વિગત પ્રાપ્ત થઈ છે — જે તેમના જ શબ્દોમાં નીચે મુજબ છે.
આ એકડાના એક આગેવાન ગૃહસ્થ તરફથી સંવત ૧૯૭૪ થી સંવત ૧૯૭૭ સુધીના રીપોર્ટ મળ્યા હતા. આ ઉપરાંત સંવત ૧૯૮૯ માં ડાકોર મુકામે મળેલા પંચનો રીપોર્ટ મળ્યો હતો. વચગાળાની માહિતી મળી નહીં શકવાથી તે ઉપર વધુ અજવાળુ પાડી શકાય તેમ નથી.
સંવત ૧૯૭૪-૧૯૭૫ ના રીપોર્ટની શરૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે એક વિભાગ મોડાસા એકડાના સમુદાયના નામે ઓળખાતો હતો તેમાં સમાનતા અને બંધુત્વ ભાવની ખીલવણી થવી જોઈતી હતી પરંતુ કમનશીબે તેની ઉલટી જ તત્વો દાખલ થયાં હતાં. જયારે સમુદાયમાં સુધારો થવાનું સર્વથા અસંભવિત લાગ્યું ત્યારે તેમાંના સમજુ અને વિચારશીલ ગૃહસ્થોએ સ્વાશ્રયથી પોતાની ઉન્નતી કરવાનું કાર્ય હાથમાં લીધું અને એક જુદો સમુદાય બાંધી દીધો જેને “શ્રી વિશા ખડાયતા વણિક સાઠંબા સમુદાય” ને નામે ઓળખવામાં આવે છે.
આ સમુદાયની પહેલી બેઠક ગાબટ મુકામે સંવત ૧૯૭૪ ના કારતક તથા માહ વદી ૨ ને રોજ બેઠી અને સૌથી પ્રથમ તેમણે કેટલીક મહત્વની બાબતો હાથમાં લીધી હતી.
પ્રસ્તુત સમુદાયમાં થયેલા ઉત્કૃષ્ટ સુધારા અને આવેલી જાગૃતિ સાઠંબા નિવાસી શેઠ ભાઈચંદ નંદલાલને મુખ્યત્વે આભારી છે. સમુદાયના શેઠ તરીકે શેઠ દ્વારકાદાસ ધરમચંદ (ગાબટ) તથા શેઠ ભાઈચંદ નંદલાલને નીમવામાં આવ્યા હતા. સમુદાયને વફાદાર રહે ત્યાં સુધી તેમની શેઠાઈ કાયમ રાખવાનો ઠરાવ થયો હતો.
કેળવણી ફંડ અને નિરાશ્રિત ફંડ આ અરસામાં સ્થપાયાં હતાં. કેળવણી ફંડનું વ્યાજ બીજો નિયમ થતા સુધી અમદાવાદ, નડીઆદ, મોડાસા અને મુંબઈમાં ઈંગ્રેજી અભ્યાસ કરવા જનારને સ્કોલરશીપ તરીકે આપવું તેવો ઠરાવ થયો હતો. સંવત ૧૯૭૬ ના ફાગણ સુદી ૧૩ ને રોજ સાહેબજીના મુવાડા તાબે બાવીસી મુકામે રૂ. ૭૩૧૦ ભરાયા હતા. સાયરા તાબે મોડાસા મુકામે રૂ. ૩૭૦૫ નોંધવામાં આવ્યા હતા. સંવત ૧૯૭૬-૭૭ ના ત્રીજા રીપોર્ટમાં કુલ ભંડોળ રૂ. ૨૯,૭૭૧ હતું; સંવત ૧૯૭૮-૭૯ ના રીપોર્ટમાં ભંડોળની રકમ રૂ. ૩૭,૧૪૨ વંચાય છે.
તા. ૧૫-૧૦-૨૩ ને રોજ અમદાવાદ નિવાસી શેઠ કેશવલાલ હરીભાઈના પ્રમુખપણા હેઠળ સમગ્ર પંચનું સંમેલન વડાગામ મુકામે થયું હતું. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તરીકે સંવત ૧૯૭૮ માં રૂ. ૧૧૦૭ વહેંચવામાં આવ્યા હતા. સંવત ૧૯૮૯ ના ભાદરવા સુદી ૨ ને રોજ આ સમુદાયનું પંચ ડાકોર મુકામે મળ્યું હતું.
ઉપરોક્ત લખાણ “જ્ઞાતીનું ઘડતર” પુસ્તકમાંથી લેવામાં આવેલ છે. સંપૂર્ણ મૂળ લખાણ હાલની વેબ સાઈટના “ઈતિહાસ” પાના પરથી યથાવત રાખવામાં આવશે.
સંકલન
શ્રી રજનીકાન્ત દામોદરદાસ શાહ - સાયરા
સંવત
૧૯૭૪
થી કાર્યરત
સાઠંબા સમુદાય વિશે
આ સમુદાયની પહેલી બેઠક ગાબટ મુકામે સંવત ૧૯૭૪ ના કારતક તથા માહ વદી ૨ ને રોજ બેઠી અને સૌથી પ્રથમ તેમણે કેટલીક મહત્વની બાબતો હાથમાં લીધી હતી. સમુદાયમાં થયેલા ઉત્કૃષ્ટ સુધારા અને આવેલી જાગૃતિ સાઠંબા નિવાસી શેઠ ભાઈચંદ નંદલાલને મુખ્યત્વે આભારી છે.
કેળવણી ફંડ અને નિરાશ્રિત ફંડ આ અરસામાં સ્થપાયાં હતાં — અમદાવાદ, નડીઆદ, મોડાસા અને મુંબઈમાં અભ્યાસ કરવા જનારને સ્કોલરશીપ આપવાનો ઠરાવ થયો હતો. આજે સમાજ ૬૧૨ કુટુંબો અને ૨,૩૭૬ જ્ઞાતિજનો સાથે એકતાના તાંતણે જોડાયેલો છે.
સાઠંબા સમુદાયના આદ્ય સ્થાપક
હોદ્દેદારો
જક
હહ
પર
કહ
કબ
ભપ
ભન
આપનો મોબાઈલ નંબર તથા E-Mail ID જરૂરથી અપડેટ કરતા રહેશો, જેથી સમાજની પ્રવૃત્તિની માહિતી દરેક જ્ઞાતિજનોને મોકલી શકાય.
સમુદાયની માહિતી, હવે તમારી આંગળીના ટેરવે.
🙏 આ AI સેવાના સૌજન્ય સહયોગી — શ્રીમતી રૂક્ષ્મણીબેન પુરુષોત્તમદાસ શાહ (ગાબટ) પરિવાર 🌹
AI જવાબ વેબસાઈટની માહિતી પર આધારિત છે. મહત્વની વિગત સમાજ ઓફિસ સાથે ચકાસો.