શ્રીજીબાવાની કૃપા સૌ પર બની રહે
શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા સાઠંબા સમુદાય
- (ગ્રીન સમુદાય - સમૃદ્ધ સમુદાય)
વેબસાઈટના સૌજન્ય
રૂક્ષ્મણીબેન પુરુષોત્તમદાસ શાહ પરિવાર (ગાબટ)
ગો.વા. રૂક્ષ્મણીબેન પુરુષોત્તમદાસ શાહ
ગો.વા. આનંદીબેન વાડીલાલ શાહ
ગો.વા. છબીલદાસ પુરુષોત્તમદાસ શાહ
શ્રી ગોકળદાસ પુરુષોત્તમદાસ શાહ
સંકલ્પ પ્રણેતા
શ્રી ગોકળદાસ પુરુષોત્તમદાસ શાહ
“નવી સફર માટે હાર્દિક શુભેચ્છા સંદેશ”
સુજ્ઞ જ્ઞાતિજનો, જૈ જૈ શ્રી ગોકુલેશ
આપણા સમાજને એકસૂત્રમાં જોડવાનો, સમાજની વિવિધ માહિતી એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાનો અને દેશ-વિદેશમાં વસતા જ્ઞાતિજનો વચ્ચે સંવાદ તથા આત્મીયતા વધારવાનો એક નાનકડો વિચાર આજથી આશરે ૧૩ વર્ષ પહેલાં મનમાં ઉદ્ભવ્યો હતો. એ સમયે ટેક્નોલોજી આજની સરખામણીએ ઘણી મર્યાદિત હતી, છતાં સમાજ માટે કંઈક ઉપયોગી કરવાના ભાવથી આ વિચારને વેબસાઇટના સ્વરૂપમાં સાકાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
સાઠંબા સમુદાય મિત્ર મંડળ, અમદાવાદના વર્ષ ૨૦૦૮-૦૯ દરમિયાન મારા પ્રમુખપદના કાર્યકાળમાં, શ્રી યશવંતભાઈ સી. શાહ, શ્રી અશ્વિનભાઈ આર. શાહ, શ્રી દિનેશચંદ્ર એસ. શાહ તથા શ્રી ભુપેન્દ્રભાઈ આર. શાહની પ્રેરણા અને માર્ગદર્શનથી તેમજ અમદાવાદમાં વસતા જ્ઞાતિજનોના સહકારથી જ્ઞાતિજનોને ઉપયોગી બને તેવી વેબસાઇટ બનાવવામાં આવી હતી.
આ વેબસાઇટને અમદાવાદના જ્ઞાતિજનો તરફથી ખૂબ જ સારો આવકાર મળ્યો હતો. ત્યારબાદ સમગ્ર સાઠંબા સમુદાયના જ્ઞાતિજનોને આવરી લેતી અને સમગ્ર સમાજ માટે ઉપયોગી બને તેવી વેબસાઇટ બનાવવાનો જ્ઞાતિજનો તરફથી આગ્રહ કરવામાં આવ્યો હતો.
આ બાબતને અનુલક્ષીને વર્ષ ૨૦૧૧-૧૨માં મુંબઈ મુકામે મળેલી વાર્ષિક સભામાં થયેલા નિર્ણય મુજબ, જ્ઞાતિજનોને સમાજને લગતી જરૂરી અને ઉપયોગી માહિતી સરળતાથી મળી રહે તે માટે વેબસાઇટ સ્વખર્ચે (નિઃશુલ્ક) બનાવી પાંચ વર્ષ સુધી તેનું સંચાલન કરવા તથા વેબસાઇટ પર મળતી જાહેરાતોની સંપૂર્ણ આવક મંડળને મળે તે અંગેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જ્ઞાતિજનોના વિશ્વાસ અને સમર્થનથી અમારા પરિવારને આ કાર્ય માટે મંજૂરી આપવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યમાં અનેક શુભેચ્છકો અને સહયોગીઓનો અમૂલ્ય ફાળો રહ્યો છે. કેળવણી મંડળના પ્રમુખ શ્રી જગદીશભાઈ આર. શાહનો સહયોગ અને માર્ગદર્શન મળ્યું હતું. વેબસાઇટનું સફળ પ્રોગ્રામિંગ કરી આપવા બદલ શ્રી જૈમિનભાઈ ભરતભાઈ શાહ (મોડાસા) તથા કેળવણી મંડળના અત્યાર સુધીના વાર્ષિક અહેવાલો ઉપલબ્ધ કરાવી, જેમાંથી સમાજને લગતી અગત્યની માહિતી વેબસાઇટમાં સમાવિષ્ટ કરી શકાઈ, તે બદલ શ્રી શંકરલાલ એચ. શાહ (મુંબઈ)નો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
આ વેબસાઇટને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નવો ઓપ અને નવું સ્વરૂપ આપવા મદદ કરવા બદલ વેબ ડેવેલોપર શ્રી અશ્વિનપુરી રાજેન્દ્રપુરી ગોસ્વામીનો આભાર વ્યક્ત કરું છું
૧૩ વર્ષની સફરથી નવી શરૂઆત
સમયની સાથે ટેક્નોલોજીમાં પણ ખૂબ જ પરિવર્તન આવ્યું છે. જે સમયે આ વેબસાઇટની શરૂઆત કરવામાં આવી હતી, તે સમયની જરૂરિયાતો અને આજના ડિજિટલ યુગની જરૂરિયાતોમાં ઘણો ફેરફાર થયો છે.
આથી, આશરે ૧૩ વર્ષના સમયગાળા બાદ આ વેબસાઇટને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નવો ઓપ અને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
આ નવી વેબસાઇટમાં નવ યુવાનોને પુષ્ટિમાર્ગીય જ્ઞાન મળે તે હેતુથી આદરણીય શ્રી યશવંતભાઈ અને આદરણીય શ્રી અશ્વિનભાઈના સહકારથી “પુષ્ટિ માર્ગ અને આધ્યાત્મિક વિષયક માહિતી” નામનો વિભાગ ઉમેરવામાં આવ્યો છે. આ નવી વેબ સાઈટ સમાજના દરેક જ્ઞાતિજન માટે સરળ, ઉપયોગી અને માહિતીપ્રદ બને તથા સમગ્ર સાઠંબા સમુદાયને એકબીજા સાથે વધુ સુદૃઢ રીતે જોડવાનું માધ્યમ બને,એવી હાર્દિક અભિલાષા છે.
હવે આપ સૌ સમાજના કોઈપણ પરિવારની તેમજ સમાજની વિવિધ સંસ્થાઓ, પ્રવૃત્તિઓ, કાર્યક્રમો, સમાચારો અને અન્ય ઉપયોગી માહિતી સરળતાથી મેળવી શકશો.
સૌનો સહયોગ જરૂરી છે.
સમાજની વિવિધ પાંખોના પ્રમુખશ્રીઓ તથા હોદ્દેદારોને ખાસ વિનંતી છે કે આપની સંસ્થાઓના કાર્યક્રમો, પ્રવૃત્તિઓ, સમાચારો, અહેવાલો તથા અન્ય મહત્વપૂર્ણ માહિતી અમને સમયાંતરે મોકલતા રહેશો, જેથી તેનો વેબસાઇટમાં સમાવેશ કરી સમગ્ર સમાજ સુધી પહોંચાડી શકાય.
સર્વે જ્ઞાતિજનોને પણ વિનંતી છે કે પોતાના મોબાઇલ નંબર તથા ઈ-મેઇલ આઈ.ડી. વેબસાઇટ પર અદ્યતન રાખતા રહેશો, જેથી સમાજના વહીવટ, કાર્યક્રમો, પ્રવૃત્તિઓ તથા જરૂરી સૂચનાઓની માહિતી વધુમાં વધુ જ્ઞાતિજનો સુધી સરળતાથી પહોંચાડી શકાય.
આ વેબસાઇટ કોઈ એક વ્યક્તિની નહીં, પરંતુ આપણા સમગ્ર સમાજની છે. તેથી તેને વધુ ઉપયોગી, સક્રિય અને માહિતીથી સમૃદ્ધ બનાવવાની જવાબદારી પણ આપણા સૌની છે. જેથી આ વેબ સાઈટ સરળતાથી કાર્યરત રહે તે માટે આ વેબ સાઈટમાં આપ સૌને આપની જાહેરાત આપવા વિનંતી કરું છું
અંતે…
સમાજનું કોઈપણ કાર્ય સૌના સહકાર, પરસ્પર વિશ્વાસ, ટીમવર્ક અને ઠાકોરજીની કૃપા વિના સફળ થઈ શકે નહીં.
આ નવી વેબસાઇટની સફર વધુ સફળ બને, સમાજની એકતા અને આત્મીયતા વધુ મજબૂત બને, નવી પેઢી પણ આપણા સમાજ સાથે જોડાય અને સમાજની દરેક સકારાત્મક પ્રવૃત્તિની માહિતી દરેક જ્ઞાતિજન સુધી પહોંચે,એવી હાર્દિક શુભેચ્છા.
આ વેબસાઇટના આ નવા સ્વરૂપને સાકાર કરવામાં જેમનો પણ પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગ રહ્યો છે તે સૌનો હૃદયપૂર્વક આભાર.
આપ સૌનો સહકાર, માર્ગદર્શન અને સૂચનો સતત મળતા રહે અને આ વેબસાઇટ સમાજની સેવા માટે વધુને વધુ ઉપયોગી બની રહે એ જ અભિલાષા.
ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કે આ નવી ડિજિટલ સફર સમાજ માટે મંગલમય, પ્રેરણાદાયી અને સફળ બને.
આપના સહકાર અને શુભેચ્છાની અપેક્ષા સહ,
રુક્ષ્મણીબેન પુરુષોત્તમદાસ શાહ (ગાબટ) પરીવાર વતી
શ્રી ગોકળદાસ પી શાહ,
શ્રી હિતેષ છબીલદાસ શાહ,
શ્રી અલકેશ છબીલદાસ શાહ,
શ્રી જૈમીન ગોકળદાસ શાહ,
શ્રી ધવલ ગોકળદાસ શાહના જૈ જૈ શ્રી ગોકુલેશ.
સાઠંબા સમુદાય વિશે.....
સંવત
૧૯૭૪
થી કાર્યરત
સાઠંબા સમુદાયનો ઈતિહાસ
આ સમુદાયની પહેલી બેઠક ગાબટ મુકામે સંવત ૧૯૭૪ ના કારતક તથા માહ વદી ૨ ને રોજ બેઠી અને સૌથી પ્રથમ તેમણે કેટલીક મહત્વની બાબતો હાથમાં લીધી હતી. સમુદાયમાં થયેલા ઉત્કૃષ્ટ સુધારા અને આવેલી જાગૃતિ સાઠંબા નિવાસી શેઠ ભાઈચંદ નંદલાલને મુખ્યત્વે આભારી છે.
કેળવણી ફંડ અને નિરાશ્રિત ફંડ આ અરસામાં સ્થપાયાં હતાં — અમદાવાદ, નડીઆદ, મોડાસા અને મુંબઈમાં અભ્યાસ કરવા જનારને સ્કોલરશીપ આપવાનો ઠરાવ થયો હતો. આજે સમાજ ૬૧૦ કુટુંબો અને ૨,૧૩૪ જ્ઞાતિજનો સાથે એકતાના તાંતણે જોડાયેલો છે.
જ્ઞાતિ દર્પણ
જ્ઞાતિ દર્પણ
જન્મદિવસ
જન્મદિવસની હાર્દિક શુભેચ્છા
આજે જન્મદિવસ ધરાવતા જ્ઞાતિજનોને શુભેચ્છા પાઠવો.
- Happy Birthday · જન્મદિવસની શુભેચ્છાVS
- Happy Birthday · જન્મદિવસની શુભેચ્છાPS
- Happy Birthday · જન્મદિવસની શુભેચ્છા

- Happy Birthday · જન્મદિવસની શુભેચ્છા

શ્રદ્ધાંજલિ
સ્વર્ગસ્થ આત્માઓને શ્રદ્ધાંજલિ
પ્રભુ દિવંગત આત્માઓને શાંતિ અર્પે અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.
- 🪔
ૐ શાંતિ
Late DharmendraKumar Chandrakant Shah
અવસાન: 21 Nov 2026ઉંમર: ૫૮ વર્ષ
- 🪔
ૐ શાંતિ
Late Dinesh Bhogilal Shah
અવસાન: 02 Nov 2026ઉંમર: ૭૫ વર્ષ
- 🪔
ૐ શાંતિ
Late Ronak Rajnikant Shah
અવસાન: 16 Oct 2026ઉંમર: ૩૬ વર્ષ
- 🪔
ૐ શાંતિ
Late Natwarlal Muljidas Shah
અવસાન: 01 Sep 2026ઉંમર: ૮૯ વર્ષ
પ્રવૃત્તિઓ
સમાજની મુખ્ય પ્રવૃત્તિઓ
કેળવણી મંડળ
સ્થાપના ૨૪/૦૭/૧૯૬૦, ડેમાઈ. ધો. ૫ થી ૧૨ તથા કોલેજના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, લોન અને પારિતોષિક.
વે.ફ. ચેરીટેબલ સોસાયટી
ગી.ભ.મહિલા ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ
સમાજની બહેનોના ઉત્કર્ષ અને પ્રવૃત્તિઓ માટે કાર્યરત ટ્રસ્ટ.
નોટબૂક પ્રોજેક્ટ
સ્વ. વાડીલાલ ગિરધરદાસ શાહ નોટબુક પ્રોજેક્ટ — વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાઓ. કન્વીનર: શ્રી ચંદ્રકાંત વાડીલાલ શાહ (ડેમાઈ).
વેબ સાઈટ પ્રોજેક્ટ
શ્રીમતી રૂક્ષ્મણીબેન પુરુષોત્તમદાસ શાહ (ગાબટ) પરિવાર દ્વારા નિર્મિત. કન્વીનર: શ્રી હિતેષભાઇ સી. શાહ.
મોબાઈલ એપ
સમાજની માહિતી હવે મોબાઈલમાં. કન્વીનર: સ્વ. શ્રી બિરેન ચંદ્રકાન્ત શાહ પરિવાર, વિનય સી. શાહ.
સમાચાર
સમાચાર અને કાર્યક્રમો
અહેવાલ૨૦૨૬
વાર્ષિક અહેવાલ ૨૦૨૫-૨૦૨૬ પ્રકાશિત
કેળવણી મંડળનો ૬૬મો વાર્ષિક અહેવાલ તથા હિસાબો (તા. ૦૧-૦૪-૨૦૨૫ થી ૩૧-૦૩-૨૦૨૬) PDF સ્વરૂપે ડાઉનલોડ માટે ઉપલબ્ધ.
વધુ વાંચો
અહેવાલ૧ ઓક્ટો ૨૦૨૬
૬૬મી વાર્ષિક સાધારણ સભાનો અહેવાલ (દિપાવલી ૨૦૨૬)
કેળવણી મંડળની ૬૬મી વાર્ષિક સાધારણ સભાનો અહેવાલ — નૂતન વર્ષાભિનંદન (દિપાવલી ૨૦૨૬). PDF સ્વરૂપે ડાઉનલોડ માટે ઉપલબ્ધ.
વધુ વાંચો
સૂચના૧૯ સપ્ટે ૨૦૨૬
તા. ૦૬/૧૦/૨૦૧૩ ને રવિવારના રોજ ડેમાઈ મુકામે મળેલ કેળવણી મંડળની સાધારણ સભામાં વેબ…
તા. ૦૬/૧૦/૨૦૧૩ ને રવિવારના રોજ ડેમાઈ મુકામે મળેલ કેળવણી મંડળની સાધારણ સભામાં વેબ સાઈટ, મુ. શ્રી વાડીલાલ વે. શાહ તેમની નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત…
વધુ વાંચો
સૂચના૧૯ સપ્ટે ૨૦૨૬
વેબ સાઈટમાં આપના વ્યવસાયની જાહેરાત આપવા પ્રમુખશ્રી અથવા મંત્રીશ્રીનો સંપર્ક કરો
વેબ સાઈટમાં આપના વ્યવસાયની જાહેરાત આપવા પ્રમુખશ્રી અથવા મંત્રીશ્રીનો સંપર્ક કરો.
વધુ વાંચો
આધ્યાત્મિક અને પુષ્ટિમાર્ગ
આધ્યાત્મિક અને પુષ્ટિમાર્ગીય માહિતી
નૂતન વર્ષાભિનંદન
કારતક સુદ એકમથી શરૂ થતું નવું વર્ષ — શ્રીજીબાવાને પ્રાર્થના કે તે સુખદાયી, લાભદાયી અને આરોગ્યમય નીવડે.
જૈ જૈ શ્રી ગોકુલેશ
સમાજની પરંપરાગત શુભેચ્છા — જ્ઞાતિજનો પોતાનું નામ શુભેચ્છા સંદેશમાં (રૂ. ૫૦૦/વર્ષ) સ્ક્રોલ કરાવી શકે છે.
વાર્ષિક સભા
દર વર્ષે મળતી કેળવણી મંડળની વાર્ષિક / સામાન્ય સભા — અહેવાલ, બજેટ અને નવા હોદ્દેદારોની વરણી.
યુવા શિબિર / યુથ સેમિનાર
હાર્દિક શાહ, કાર્તિક શાહ અને ભાર્ગવ શાહ દ્વારા ચાલતો યુવાલક્ષી કાર્યક્રમ.
દર્શન
શ્રી શ્રીનાથજી દર્શન
શ્રી શ્રીનાથજીના આઠે સમાના દર્શન. ફોટા પર ક્લિક કરવાથી મોટા સ્વરૂપે જોઈ શકાશે.
મંગળાના દર્શન કરવાથી સદાય સુખી થવાય છે
શૃંગારના દર્શન કરવાથી સ્વર્ગલોક મળે છે
ગ્વાલના દર્શન કરવાથી પ્રતિષ્ઠા બની રહે છે
રાજભોગના દર્શન કરવાથી ભાગ્યની વૃદ્ધિ થાય છે
ઉત્થાપનના દર્શન કરવાથી ઉત્સાહ વધે છે
ભોગના દર્શન કરવાથી ભરોસો વધે છે
આરતીના દર્શન કરવાથી નિઃસ્વાર્થી થવાય છે
શયનના દર્શન કરવાથી શાંતિ મળે છેઅન્ય સ્વરૂપો
શ્રી મહાપ્રભુજી
શ્રી પ્રથમ મિલન દર્શન
શ્રી યમુના મહારાણીજી
શ્રી ગોકુલ નાથજી
શ્રી કનૈયા પ્રભુજી
શ્રી કોટચર્ક મહાપ્રભુ
શ્રી બાલકૃષ્ણ
શ્રી ગુંસાઈજી પરમ દયાલઉપયોગી માહિતી
ઉપયોગી માહિતી
બેઠકજીના નામ
॥ શ્રી માતૃચરણકમલાર્પણમસ્તુ ॥
પરમ પૂજ્ય માતૃશ્રીનાં પવિત્ર ચરણકમળમાં કોટિ કોટિ વંદન

ગ. સ્વ. રૂક્ષ્મણીબેન પુરષોત્તમદાસ શાહ
ભવોભવના અતૃપ્ત કર્મસંસ્કારોની તૃપ્તિ અર્થે પ્રાપ્ત થયેલા આ માનવદેહને પોતાના પવિત્ર પ્રેમ અને સંસ્કારોના અમૃતસિંચનથી ઘડી, પ્રભુના પ્રેમનો પરિચય કરાવી અમોને કૃતાર્થ કરનાર તથા જેમના સંસ્કારી ગુણો અમારા જીવનપથના શાશ્વત માર્ગદર્શક બન્યા છે, તેવાં અમારાં પરમ પૂજ્ય માતૃશ્રી ગ. સ્વ. રૂક્ષ્મણીબેન પુરષોત્તમદાસ શાહનાં પવિત્ર ચરણકમળમાં અમારા પ્રેમ, શ્રદ્ધા, ભક્તિ, કૃતજ્ઞતા અને અનન્ય સમર્પણનાં અસંખ્ય ભાવપુષ્પો અર્પણ કરતાં આ વેબસાઇટ આપને કોટિ કોટિ વંદન સાથે સાદર સમર્પિત કરીએ છીએ.
આપે આપેલા સંસ્કારો, સદ્વિચારો અને આધ્યાત્મિક પ્રેરણા અમારા જીવનની અમૂલ્ય ધરોહર છે. આપના પ્રેમ અને આશીર્વાદ સદાય અમને સદાચાર, સદ્કર્મ અને પ્રભુભક્તિના માર્ગે દોરતા રહે તથા આપની સંસ્કારધારા આવનારી પેઢીઓમાં અવિરત વહેતી રહે, એ જ અમારી અંતરની પ્રાર્થના.
અમારી હાર્દિક અભિલાષા છે કે આ વેબસાઇટનો પ્રત્યેક શબ્દ માતૃશ્રી પ્રત્યેની કૃતજ્ઞતાનું પ્રતીક બને, પ્રત્યેક સ્મૃતિ તેમના પવિત્ર જીવનની સુવાસ પ્રસરાવે અને પ્રત્યેક સંસ્કાર અમારા પરિવારને સદ્માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે.
॥ માતૃચરણકમલેભ્યો નમઃ ॥
સંપર્ક
અમારો સંપર્ક કરો
ઓફિસનું સરનામું
શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા સાંઠબા સમુદાય કેળવણી મંડળ
શ્રી ચંદ્રકાંત હીરાલાલ શાહ કાર્યાલય
501, પ્રતિક્ષા કોમ્પ્લેક્સ, મહાલક્ષ્મી પાંચ રસ્તા,
પાલડી, અમદાવાદ – 380009
રજી. નં. એ-૧૩૬-સા.કાં.
સંપર્ક માટે
સંદીપ બી. શાહ: 8401669728
અપૂર્વ એમ. શાહ: 9712873368
વેબ સાઈટ
www.sathambasamuday.org
સંદેશ મોકલો
આપની વિગતો ભરીને મોકલો — અમે જલ્દી જવાબ આપીશું.
શ્રીજીબાવાની કૃપા સૌ પર બની રહે
જૈ જૈ શ્રી ગોકુલેશ — “કોઈ પણ કાર્યક્રમ, સર્વેના સહકાર, ટીમવર્ક અને ઠાકોરજીની કૃપા વગર શક્ય નથી.”





