“પ્રભુ તારુ ધાર્યું જ થાય” — સન્માનીય સ્નેહી જ્ઞાતિજનો, આપ સર્વેને જય જય શ્રી ગોકુલેશ. કારતક સુદ એકમથી શરૂ થતું નવું વર્ષ આપ સર્વેને સુખદાયી, લાભદાયી, આરોગ્યમય અને સર્વ રીતે સાનુકુળ નીવડે તેવી શ્રીજીબાવાને પ્રાર્થના.
તા. ૨૧/૦૯/૨૦૨૫ ના રોજ અમદાવાદ ખાતે મળેલ સામાન્ય સભામાં મારી શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા સાઠંબા સમુદાય કેળવણી મંડળના પ્રમુખ તરીકે વર્ષ ૨૦૨૫-૨૬ માટે નિમણૂક કરવામાં આવી તે બદલ આપ સર્વે જ્ઞાતિજનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. મારા પ્રમુખપદની સાથે મારી ટીમને તેમજ આપ સર્વેને પણ સાથે લઈ સમાજને આગળ વધારવાનો પ્રયત્ન કરીશ.
ફંડ અને પ્રવૃત્તિઓ
- શ્રીમતી કોકિલાબેન બિહારીભાઈ શાહ યુવાકૌશલ સેતુ ફંડ — રૂા. ૧૧,૧૧,૧૧૧ (શ્રી બિહારીભાઈ બી. શાહ પરિવાર)
- અન્ય ફંડ રૂ. ૧૩,૩૦,૫૫૫/- — કુલ રૂા. ૨૪,૪૧,૬૬૬/-
- સ્વ. વાડીલાલ ગિરધરદાસ શાહ નોટબુક પ્રોજેક્ટ — વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાઓ
- યુથ સેમીનાર — હાર્દિક શાહ, કાર્તિક શાહ અને ભાર્ગવ શાહ દ્વારા
દરેક જ્ઞાતિજનોને વિનંતી કે તેઓ પોતાની માહિતી અપડેટ કરે અને મોબાઈલ નંબરમાં કોઈ સુધારો થયો હોય તો જણાવજો. અંતમાં આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર સાથે — આપનો વિશ્વાસુ, શ્રી રમેશચંદ્ર ચીમનલાલ શાહ.






